આલીંગન

રૂંધાય જ્યારે
શ્વાસ આલીંગનથી
પ્રેમ નહી, મૃત્યુ નહી,
ઝંખુ મુક્ત જીવન!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 2 Comments

મૃગજળ

રણવાસી જાણે એના

છળ, મૃગજળ એવી

આશ તરસ્યાની તૂટે

વસમી પળ!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 Comment

અચરજ

હીરાની જેમ

સાચવેલા સંબંધોની

પરખ થઈ તો

આંખો થઈ પહોળી

અચરજથી… !!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 6 Comments

પ્રશ્ન

નદી કહે,

‘જો હું કેવી શાંત!’

સાગર પૂછે,

કેમ? શું થયું?

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 8 Comments

ફર્ક

આ એ જ પંથ

જ્યાં વસંતે

પાન શિર પર

પગતળે પતઝડે!

Posted in લઘુ કાવ્યો, સ્વાનુભવો | 7 Comments

ઠંડક

સંબંધો ખરી ગયાની

ગાંઠ પર ફૂટ્યા

શબ્દો

ઋતુ બરફની

થથરે કાયા!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 7 Comments

રીસ

જા સૂરજ, કિટ્ટા

આ ઢાળ્યા પડદા

અને મીંચી આંખો

કાયમ માટે…

અહીં નારાજગી જીવને અંતર્મુખી કરે કે જીવનથી વિમુખ કરે ત્યારે પડદા ઢાળવા તે સૂતા પહેલાં બારી બંધ કરવા જેવી વાત છે. આંખ મીંચતા પહેલાં અંદરની સુરક્ષાનો ભાવ દ્રઢ કરી શાંતી પામવાની વાત છે અને આંખ મીંચ્યા બાદ મૃત્યુ થકી અંદરના પ્રકાશમાં ઓગળતી વખતે મુક્તિની ઝંખના સાથે બહારના પ્રકાશની આધીનતાને દૂર કરવાની આરઝુ છે.

(પ્રતિભાવો બાદ સુધારેલી કૃતિ)

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 10 Comments

ધરા

કેન્સરના કોષો સમ પ્રસરતી

મૂળને હણતી માનવ વસ્તી

કંપતી ધરા કણસતી……

(આ રચના એડીટ કરી આપવા માટે હિમાંશુભાઈ પટેલનો આભાર…મૂળને હણતી શબ્દ એમણે સૂચવ્યો છે અને તેથી આખી ય રચના નીખરે છે)

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 5 Comments

કોલાહલ

તકલીફો વધી છે જીવનની

સાંભળુ છું જ્યારથી મને

વધતી ચાલી બહેરાશ…….

ભાવાર્થ:

સ્વ સાથે જોડાવા માટે સ્વની અંદર ઊંડા ઉતરીએ ત્યારે જ ખબર પડે છે કે મન અને શરીરના અણુઓમાં વેદનાના કેટલાય ઉદગમ સ્થાનો છે. શુદ્ધિ માટે જાત સાથે સંવાદ શરૂ કરતાં જ અંદરનો કોલાહલ વધતો જાય અને આંતર અને બાહ્ય જગતની પાર વગરની તકલીફો આત્માની અભિન્નતા સાથે એકતાના સૂત્રે જ્યારે મહતમ અનુભવીએ છીએ ત્યારે તેમાંથી ઉગરવાના સહેલા અને સરળ ઉપાય તરીકે મન સ્વથી વિમુખ થઈ રાહતની લાગણી અનુભવે છે. દુ:ખનો સામનો કર્યા વગર અંતરના સુખની આશા ઠગારી છે. પણ મનની બહેરાશ વધતી જાય છે કારણ કે તેથી ઉપજતી રાહતની લાગણી સુખનો ભ્રમ ઉભો કરવામાં
સફળ થાય છે. અને સ્વથી વિમુખ રહેવાની આદત પડી જાય છે  આમ એક તબક્કો એવો આવે છે સ્વથી વિમુખ છીએ તે ખબર પણ નથી રહેતી અને બહારના સુખો પર વધુને વધુ અવલંબીત થતા જઈએ છીએ. અંદરનું સંગીત બંધ થાય એટલે બહારના સંગીત પર અવલંબન વધતું જાય તો નવાઈ નહી. તેને કલા પ્રત્યેનો પ્રેમ કેમ કહી શકાય?

રેખા સિંધલ

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 2 Comments

અચાનક

લીલુછમ વૃક્ષ

ખંખેરે વેદના

વળગેલા સૂકા પાનની

ઊડીને આવેલ

ભાવિનો સંકેત…..

 

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 9 Comments